Current affairs

  • મહિલાઓ માટે મફત બસ મુસાફરી શક્તિ યોજના જાહેર
  • મનસુખ માંડવિયાએ સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ જાહેર કર્યા
  • શાંતનુ ગુપ્તાએ અજય ટુ યોગી આદિત્યનાથ નવલકથા લોન્ચ કરીમે
  • રીટાઇમ પાર્ટનરશિપ કવાયતની પ્રથમ આવૃત્તિ શરૂ
  • લક્ષિતાએ U-20 એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો.

1.મહિલાઓ માટે મફત બસ મુસાફરી શક્તિ યોજના જાહેર

 • તાજેતરમાં કર્ણાટક રાજ્યમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરી "શક્તિ યોજના જાહેર કરી છે.

– તે માટે મહિલાઓને 11 જૂનથી બસોમાં મફત મુસાફરીનો લાભ લેવા માટે "શક્તિ સ્માર્ટ કાર્ડ" માટે અરજી કરવા જણાવ્યું છે.

Shakti Smart Card Apply Online

• "શક્તિ યોજના" કર્ણાટકની સામાન્ય રાજ્ય સંચાલિત બસ સેવાઓ પર લાગુ કરવામાં આવી છે.

– કર્ણાટકના પરિવહન વિભાગના જણાવ્યા મુજબ Free Bus For Ladies In Karnataka sevasindhu.karnataka.gov.in દ્વારા શક્તિ સ્માર્ટ કાર્ડ માટે અરજી કરી શકે છે.

આ યોજના રાજ્ય બહાર મુસાફરી કરતી બસોને પણ લાગુ પડતી નથી. – કોંગ્રેસ પાર્ટીએ તેના ચૂંટણી દરમિયાન આપેલ વચનમાં આપેલી પાંચ ગેરંટીઓમાંની એક "શક્તિ યોજના" છે.

→ કર્ણાટકના મુખ્યમંત્રી: સિદ્ધારમૈયા (કોંગ્રેસ પાર્ટી)

- કર્ણાટકના રાજ્યપાલ: થાવરચંદ ગેહલોત

- કર્ણાટકની રાજધાની: બેંગલુરુ

2.મનસુખ માંડવિયાએ સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ જાહેર કર્યા

- તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા 5માં 'સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ 2023' જાહેર કરવામાં આવ્યા હતાં. સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ 2023માં મોટા રાજ્યોમાં આરોગ્યપ્રદ ભોજન પીરસવામાં કેરળે પ્રથમ સ્થાન' મેળવ્યું છે,જયારે ગુજરાત છઠ્ઠા ક્રમે રહ્યું છે. → આ અગાઉના વર્ષે તમિલનાડુ પ્રથમ સ્થાને હતું, જે આ વર્ષે ત્રીજા સ્થાને રહ્યું છે.

જયારે કેરળ છઠ્ઠા સ્થાને અને પંજાબ 11માં સ્થાને હતું.

→ આ વર્ષે પંજાબે બીજું સ્થાન મેળવ્યું છે.

8 નાના રાજ્યોમાં ગોવા સતત ચોથા વર્ષે પ્રથમ સ્થાને રહ્યું છે. જયારે મણીપુર અને સિક્કિમ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા છે.

• તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં જમ્મુ-કાશ્મીર સતત ત્રીજા વર્ષે પ્રથમ સ્થાને છે.

• જયારે દિલ્હી અને ચંદીગઢ બીજા અને ત્રીજા સ્થાને રહ્યા છે.

ફૂડ સેફ્ટી ઈન્ડેક્સના 260 જિલ્લાઓમાં કોઇમ્બતુર જિલ્લો પ્રથમ સ્થાને રહ્યો છે.

• તેમજ મનસુખ । માંડવિયાએ | જણાવ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં FSSAI દ્વારા 25 લાખ ફૂડ બિઝનેસ ઓપરેટર્સને તાલીમ આપવામાં આવશે.

• તેમજ સલામતી, સ્વચ્છતા અને પોષણ માટે ગુણવત્તાના માપદંડોને પૂર્ણ કરતી 100 ફૂડ સ્ટ્રીટ્સની સ્થાપના કરવામાં આવશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)

– FSSAI ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ સ્થાપિત એક વૈધાનિક સંસ્થા છે. • FSSAI ની સ્થાપના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ કરવામાં આવી છે.

FSSAI ખાદ્ય સુરક્ષાના નિયમન અને દેખરેખ દ્વારા જાહેર આરોગ્યના રક્ષણ અને પ્રોત્સાહન માટે જવાબદાર છે.

FSSAIના અધ્યક્ષ: રાજેશ ભૂષણ

FSSAIની સ્થાપના: 5 સપ્ટેમ્બર 2008

← મુખ્યમથક: નવી દિલ્હી

3.શાંતનુ ગુપ્તાએ અજય ટુ યોગી આદિત્યનાથ નવલકથા લોન્ચ કરી

- જાણીતા લેખક શાંતનુ ગુપ્તા જેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર બે બેસ્ટ પુસ્તકો લખ્યા છે. - તાજેતરમાં તેમણે યુવા વાચકો માટે તેમની નવી ગ્રાફિક નવલકથા "અજય ટુ યોગી આદિત્યનાથ" લોન્ચ કરી હતી.

 યોગી આદિત્યનાથના 51મા જન્મદિવસે ઉત્તરપ્રદેશની 51+ શાળાઓમાં આ ગ્રાફિક નવલકથા લોન્ચ કરવામાં આવી હતી.

ઉત્તરપ્રદેશના વિવિધ જિલ્લાઓમાં 51 થી વધુ શાળાઓમાં 5000 થી વધુ બાળકોએ અજય ટુ યોગી આદિત્યનાથ નવલકથાનું લોન્ચિંગ કર્યું હતું.

જેમાં લોન્ચિંગ દરમિયાન આ બુકે એશિયા બુક ઓફ રેકોર્ડ બનાવ્યો હતો.

→ આ પહેલા લેખક શાંતનુ ગુપ્તાએ યોગી આદિત્યનાથ માટે "ધ મૉન્ક હૂ ટ્રાન્સફોર્મ્ડ ઉત્તરપ્રદેશ" અને "ધ મૉન્ક હૂ બિકમ મિનિસ્ટર" જેવા બેસ્ટ સેલર પુસ્તકો લખ્યા છે. અજય ટુ યોગી આદિત્યનાથ નવલકથા:

→ આ ગ્રાફિક નવલકથા 'અજય ટુ યોગી (AJAY TO YOGI ADITYANATH) આદિત્યનાથ' ઉત્તરાખંડના અંતરિયાળ પંચર ગામમાં જન્મેલા એક નાના છોકરા અજય સિંહ બિષ્ટની સફરને દર્શાવે છે.

તેમના પિતા આનંદ સિંહ બિષ્ટ જુનિયર ફોરેસ્ટ ઓફિસર હતા અને તેમની માતા સાવિત્રી દેવી ગૃહિણી હતી.

- બાળપણથી જ અજયને કુટુંબની ગાયોની સંભાળ રાખવાનો, સ્વાતંત્ર્ય સેનાનીઓની વાર્તાઓ સાંભળવાનો અને શાળાની ચર્ચાઓમાં ભાગ લેવાનો શોખ હતો. તેમણે અયોધ્યા રામ મંદિર ચળવળમાં જોડાવા માટે 1990ની આસપાસ પોતાનું ઘર દીધું હતું.તે સમયની આસપાસ તેઓ ગોરખનાથ મઠના પ્રમુખ મહંત અવૈદ્યનાથના પણ શિષ્ય બન્યા હતા.

4. AJAY TO YOGI ADITYANATH

— 12 સપ્ટેમ્બર 2014ના રોજ અવૈદ્યનાથના અવસાન પછી (અજય) આદિત્યનાથને ગોરખનાથ મઠના મહંત તરીકે બઢતી આપવામાં આવી હતી.

→ જ્યારે 26 વર્ષની વયે 12મી લોકસભામાં ચૂંટાયા ત્યારે લોકસભાના સૌથી યુવા સભ્ય બન્યા હતા. 

- ત્યારબાદ તેઓ માર્ચ 2017માં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતાં. 

- 'અજય ટુ યોગી આદિત્યનાથ' દરેક વિદ્યાર્થીને અનુસરવા અને તેમાંથી પ્રેરણા લેવા માટે ધૈર્ય, નિશ્ચય અને સખત મહેનતની પ્રેરણા આપે છે.

મેરીટાઇમ પાર્ટનરશિપ કવાયતની પ્રથમ આવૃત્તિ શરૂ 

- ભારત, ફ્રાન્સ અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે (UAE) "મેરીટાઇમ પાર્ટનરશીપ" કવાયતની પ્રથમ આવૃત્તિ 7મી જૂન 2023 ના રોજ ઓમાનના અખાતમાં શરૂ થઈ હતી.

જેમાં ભારતીય જહાજ INS તારકશ, ફ્રેન્ચ જહાજ સર્કોફ, ફ્રેન્ચ રાફેલ એરક્રાફ્ટ અને UAE નેવી મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટની સહભાગિતા દર્શાવવામાં આવી હતી.

આ પણ જરૂર થી વાચો👉 Weight loss tips : માત્ર 21 દિવસમાં 9 થી 10 કિલો વજન ઘટાડો.

5."મેરીટાઇમ પાર્ટનરશીપ" કવાયત 

ભારત, ફ્રાન્સ અને UAE વચ્ચે ત્રિપક્ષીય સહયોગ વધારવા માટે યોજવામાં આવી છે - આ કવાયત આ પ્રદેશમાં ઉચ્ચ સમુદ્રો પર વેપારની અને નેવિગેશનની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે સહયોગ વધારશે. તેમજ દરિયાઈ વાતાવરણમાં પરંપરાગત અને બિન-પરંપરાગત જોખમોને પહોંચી વળવા પગલાં લેવા માંગે છે.

- ભારત અને ફ્રાન્સ નિયમિતપણે નૌકાદળ અને વાયુસેના દ્વારા શક્તિ કવાયત, વરુણ કવાયત અને ગરુડ કવાયત જેવી સંયુક્ત કવાયતો કરે છે.

– તેમજ ભારત અને UAE સુરક્ષા સહયોગ વધારવા અને આતંકવાદી જોખમોનો સામનો કરવા માટે 'ડેઝર્ટ ઇગલ-2' જેવી સંયુક્ત હવાઈ લડાઈ કવાયત કરે છે.

- નસીમ-અલ-બહર અને ગલ્ફ સ્ટાર ભારતીય નૌકાદળ અને UAE નૌકાદળ વચ્ચેની યોજવામાં આવતી દ્વિપક્ષીય નૌકા કવાયત છે.

– જેનો હેતુ દરિયાઈ સુરક્ષા વધારવા, ચાંચિયાગીરી વિરોધી કામગીરીમાં સહકારને પ્રોત્સાહન આપવા અને બંને રાષ્ટ્રો વચ્ચેના નૌકા સંબંધોને મજબૂત કરવાનો છે.

- ફ્રાન્સના રાષ્ટ્રપતિ: ઇમેન્યુઅલ મેક્રોન

* ફ્રાન્સના વડાપ્રધાન: એલિસાબેથ બોર્ન

 → ફ્રાન્સની રાજધાની: પેરિસ 

ફ્રાન્સનું ચલણ: યુરો

→ UAEના રાષ્ટ્રપતિ: મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન

→ UAEના વડાપ્રધાન: મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ

→ UAEની રાજધાની: અબુ ધાબી

UAEનું ચલણ: દિરહામ

ક્વિઝ આપવા માટે 👉ક્લિક કરો 

6.લક્ષિતાએ U-20 એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો

- 18 વર્ષીય લક્ષિતા શાંડિલ્યએ દક્ષિણ કોરિયા ખાતે યોજાયેલી U-20 એશિયન ચેમ્પિયનશિપમાં 1500 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. - દ.કોરિયામાં યોજાનારી એશિયન ચેમ્પિયનશિપમાં લક્ષિતાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર છે.

- લક્ષિતા અત્યાર સુધીમાં ૩ આંતરરાષ્ટ્રીય મેડલ સહિત કુલ 26 મેડલ જીતી ચૂકી છે.

લક્ષિતા આ અગાઉ 2 વર્લ્ડ સ્કુલમાં બે સિલ્વર મેડલ પણ જીતી ચૂકી છે.

- હાલમાં યોજાયેલા 21માં ફેડરેશન કપમાં તેણે 1500 મીટરમાં ગોલ્ડ અને 800 મીટરમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

કર્યું હતું. ક્ષ ત → U-20 એશિયન ચેમ્પિયનશિપમાં ભારતમાંથી કુલ 40થી વધુ ખેલાડીઓ ભાગ લીધો હતો. - વડોદરાની લક્ષિતા શાંડિલ્યએ 4:24.23 મિનિટમાં 1500 મીટરની દોડ પૂર્ણ કરીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. લેવા માટે કવોલિફાય થઈ જશે.

– આ અગાઉ લક્ષિતાએ 1500 મીટરની દોડ 4:26.48 મિનિટમાં પૂરી કરી રેકોર્ડ હતો.

લક્ષીતા હવે ચીનમાં યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપની ટ્રાયલ માટે ભુવનેશ્વર જશે. જો તે ટ્રાયલમાં પાસ થશે તો જુલાઇમાં ચીનમાં યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ક્વાલીફાય થશે. 

દક્ષિણ કોરિયા ખાતે યોજાયેલી U-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ભારતીય ખેલાડીઓએ 19 મેડલ મેળવ્યા હતા.

– મેડલ ટેબલમાં જાપાન કુલ 23 મેડલ – 14 ગોલ્ડ, ચાર સિલ્વર અને પાંચ બ્રોન્ઝ સાથે પ્રથમ સ્થાન પર છે.

ચીન કુલ 19 મેડલ - 11 ગોલ્ડ, પાંચ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ સાથે બીજા ક્રમે છે.

જયારે ભારત 19 મેડલ – છ ગોલ્ડ, સાત સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલ સાથે મેડલ ટેબલમાં ત્રીજા સ્થાને રહ્યું હતું.

FAQ

Q. UAE નું ચલણ કયું છે.?

જવાબ : દિરહામ

Q. FSSAIના અધ્યક્ષ કોણ છે.?

જવાબ : રાજશ ભૂષણ 

Q. તાજેતર માં ક્યાં રાજ્યમાં 'શક્તિ યોજના ' શરૂ કરવા માં આવી?

જવાબ : કર્ણાટક 

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું