જાણો લોકોનું શું કહેવું છે?
#Adipurush: #DisasterAdipurush #Adipurush fails to live up to its colossal expectations, leaving audiences disappointed. #OmRaut delivers a chaotic mess instead of an epic spectacle. #AdipurushReview #Adipursh #BoycottAdipurush #OmRaut #AdipurushDisaster #BoycottBollywood pic.twitter.com/Dqr5x049y2
— Amit Verma (@aka_beingroyal) June 16, 2023
📽️ ફિલ્મ રિવ્યૂ: બોલિવૂડ ફિલ્મોમાં નામના મેળવનાર દિગ્દર્શક ઓમ રાઉતે કે જેઓએ તાન્હાજી જેવી પુરસ્કૃત ફિલ્મ બનાવી. તેમણે આજની પેઢી માટે આ મહાકાવ્યને મોટા પડદા પર જીવંત કર્યું છે. પણ, તેઓ એ વાત સમજવામાં નિષ્ફળ નીવડ્યા કે દાયકાઓથી આપણે જે રામાયણ જોતાં અને સાંભળતા આવ્યા છીએ તેની એક મજબૂત છબી આપણા દિલમાં કાયમ બની ચૂકી છે. ત્યારે તેની સાથે પ્રયોગ કરવામાં સાવધાની રાખવી જોઈએ. જ્યાં 'આદિપુરુષ'ના ફિલ્મમેકર ભૂલ કરી બેઠા છે.
હાઈલાઈટ્સ:
આ ફિલ્મને આધુનિક દેખાવ આપવા માટે દિગ્દર્શક દ્રારા રાવણની લંકાને અલગ લૂક આપવામાં આવ્યો છે.જે રાવણના ચમકતા સોનાથી વિપરીત 'હેરી પોટર' અથવા 'ગેમ ઓફ થ્રોન્સ'ના કાર્ટૂન કિલ્લા જેવો દેખાય છે.
ફિલ્મનો ત્રણ કલાકનો રન ટાઈમ ત્યારે નડવા માંડે છે કે જ્યારે સેકન્ડ હાફમાં વાર્તા VFXથી સજાયેલા રામ-રાવણના યુદ્ધ સુધી સીમિત દેખાય છે.
ફિલ્મ - 'આદિપુરુષ'
ડિરેક્ટર - ઓમ રાઉત
કલાકારો - પ્રભાસ, ક્રિતિ સેનન, સૈફ અલી ખાન
સમયગાળો - 2 કલાક 59 મિનિટ
ક્રિટિક રેટિંગ - 2.0/5
Adipurush review: જ્યારે ફિલ્મ 'આદિપુરુષ'નું ફર્સ્ટ લૂક આવ્યું ત્યારે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારપછી તેમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. પરંતુ મૂળભૂત બાબતો માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમાં કોઈ શંકા નથી કે ફિલ્મ VFXની દ્રષ્ટિએ વિઝ્યુઅલ સારી સાબિત થાય છે, પરંતુ CJIની ખામીઓ રહે છે. 2Dમાં VFX અને CGI કામ પ્રભાવશાળી નથી. જ્યારે 3Dમાં તે મજબૂત છે. સૌથી મોટી સમસ્યા પટકથા અને સંવાદોમાં આવે છે.
ફિલ્મને આધુનિક દેખાવ આપવા માટે દિગ્દર્શક ઓમ રાઉતે રાવણની લંકાને અલગ લૂક આપ્યો છે, જે રાવણના ચમકતા સોનાથી વિપરીત 'હેરી પોટર' અથવા 'ગેમ ઓફ થ્રોન્સ'ના કિલ્લા જેવો દેખાય છે. ફિલ્મનો ત્રણ કલાકનો રન ટાઈમ નડવા માંડે છે કે જ્યારે સેકન્ડ હાફમાં વાર્તા VFXથી સજાયેલા રામ-રાવણના યુદ્ધ સુધી સીમિત દેખાય છે. જોકે વાર્તા ઇન્ટરવલ પહેલા વિઝ્યુઅલ ઇફેક્ટ સાથે સારી લાગે છે. દિગ્દર્શકે અહિલ્યા, મેઘનાદ વધ જેવા રામાયણનાં ઘણાં એપિસોડને ફિલ્મમાં સમાવ્યા નથી. જ્યારે બાલી અને સુગ્રીવને વાનરોનું શુદ્ધ સ્વરૂપ આપવામાં આવ્યું છે, ત્યારે રાવણનો દેખાવ, પોશાક અને તેના શસ્ત્રોનું ઘણું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. રાવણને પિશાચ જેવા પ્રાણી પર સવારી કરતો બતાવવામાં આવ્યો છે, તેના શસ્ત્રો 'ગેમ ઓફ થ્રોન્સ'ની યાદ અપાવે છે. સંચિત-અંકિત બલ્હારાનો બેકગ્રાઉન્ડ સ્કોર મજબૂત છે, પરંતુ અજય-અતુલનું સંગીત ગીતોને એટલું અદ્ભુત બનાવી શક્યું નથી. હા, 'જય સિયારામ રાજારામ' અને 'તુ હૈ શીતલ ધારા' સાંભળવા સારા લાગે છે.
અભિનયના સંદર્ભમાં પ્રભાસે રાઘવને સંયમી અને પ્રતિષ્ઠિત પુરુષોત્તમ તરીકે ભજવ્યો છે. રાવણના રૂપમાં સૈફ અલી ખાન ખૂબ જ સૂટ કરે છે, પરંતુ ડિજિટલ ટેક્નિકની મદદથી તેનું કદ થોડું મોટું બતાવવામાં આવ્યું છે. ક્રિતિ સેનન જાનકી તરીકે પરફેક્ટ છે. સુંદર દેખાવા ઉપરાંત તેણે જોરદાર પરફોર્મન્સ પણ આપ્યું છે, પરંતુ તે વધુ સ્ક્રીન સ્પેસ મેળવી શકી નથી. લક્ષ્મણ તરીકે સન્ની સિંહ ઠીક છે. બજરંગ તરીકે દેવદત્તે પોતાના પાત્રને ન્યાય આપ્યો છે. વત્સલ શેઠને ઈન્દ્રજીતની ભૂમિકામાં ઘણી સ્ક્રીન સ્પેસ મળી છે, જે તેણે સુંદર રીતે ભજવી છે. સોનલ ચૌહાણ મંદોદરીના રોલમાં માત્ર બે સીનમાં દેખાય છે.
✓કેમ આ ફિલ્મ જોવી જોઈએ? - જે લોકો રામાયણને મોડર્ન અવતારમાં જોવા માગે છે તેઓને ફિલ્મ 'આદિપુરુષ' જોવાની મજા આવશે.
Tags:
News
