CURRENT AFFAIRS PDF

CONTENT OF CURRENT AFFAIRS 
  •  Devankanam Charuharitham પ્રોજેક્ટનું ઉદઘાટન
  • When climate change turns violent ડોક્યુમેન્ટ્રી
  • હિમાચલ પ્રદેશમાં બાગાયતને પ્રોત્સાહન આપવા માટે હસ્તાક્ષર
  • GSITI હૈદરાબાદને અતિ ઉત્તમ માન્યતા આપવામાં આવી
  • વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી
  • પેટરસન જોસેફે RSL ક્રિસ્ટોફર બ્લેન્ડ પ્રાઇઝ આપવામાં આવ્યું
  • ભારતે પ્રથમ વખત મહિલા જુનિયર હોકી એશિયા કપ જીત્ય  
                       DOWNLOAD PDF FILE 

Devankanam Charuharitham પ્રોજેક્ટનું ઉદઘાટન

→ તાજેતરમાં Devankanam Charuharitham (ભગવાનનું સુંદર હરિયાળું નિવાસસ્થાન) નામના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 

- આ પ્રોજેક્ટ કેરળમાં 3800 થી વધુ મંદિરોને આવરી લેશે જે પાંચ દેવસ્વોમ બોર્ડના સંચાલન હેઠળ આવેલ છે.

• કેરળ સરકારે રાજ્યમાં આબોહવા પરિવર્તન અને તેની નકારાત્મક અસરોને પહોંચી વળવા માટે આ એક અનોખી રીત અપનાવી છે.

- આ પ્રોજેક્ટનો પ્રાથમિક હેતુ મંદિરોની આસપાસના લીલા આવરણને સુધારવાનો છે.

  → આ ઉપરાંત આ પ્રોજેક્ટ દ્વારા મંદિર પરિસરમાં વિવિધ ફૂલોના છોડ અને ફળ આપતા વૃક્ષો વાવવામાં આવશે.

→ આ પ્રોજેક્ટ માત્ર મંદિરના સૌંદર્યમાં જ ફાળો આપશે નહીં, પરંતુ મંદિરોને આત્મનિર્ભર બનાવવા માટે દૈનિક ઉપયોગ માટે ફૂલો અને ફળોનો સતત પુરવઠો સુનિશ્ચિત કરશે.

– લીલા આવરણમાં વધારો થવાની સાથે આ પ્રોજેક્ટમાં જર્જરિત થયેલા મંદિરના તળાવોના નવીનીકરણનો પણ સમાવેશ થાય છે.

→ જર્જરિત મંદિરો અને તળાવોને સરકારના ભંડોળથી જીર્ણોદ્ધાર કરવામાં આવશે. 

કેરળ:

મુખ્યમંત્રી: પિનરાઈ વિજયન

રાજ્યપાલ : આરિફ મોહમ્મદ ખાન

રાજધાની: તિરુવનંતપુરમ

All CURRENT AFFAIRS PDF Download: click here 

When climate change turns violent sisyal

- WHO દ્વારા આયોજિત 4થા વાર્ષિક હેલ્થ ફોર ઓલ ફિલ્મ ફેસ્ટિવલમાં 'When climate change turns violent' નામની ડોક્યુમેન્ટ્રીએ 'Special Prize Climate Change and Health Film' કેટેગરીમાં પુરસ્કાર જીત્યો છે.

- હેલ્થ ફોર ઓલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન જિનીવામાં કરવામાં આવ્યું હતું

• 'When climate change turns violent' ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું નિર્દેશન રાજસ્થાનની વંદિતા સરિયાએ કર્યું છે. → હેલ્થ ફોર ઓલ ફિલ્મ ફેસ્ટિવલ વિજેતાઓમાં તે એકમાત્ર ભારતીય હતી.

World Health Organization (WHO)

– WHO સંયુક્ત રાષ્ટ્રની એક વિશિષ્ટ એજન્સી છે, જે આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય માટે જવાબદાર છે.

અધ્યક્ષ: ટેડ્રોસ અધાનમ

* મુખ્યમથક: જીનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ

* સ્થાપના: 7 એપ્રિલ 1948

બ્રેકિંગ ન્યુઝ:Fire at Delhi coaching centre: દિલ્હીના મુખર્જી નગર વિસ્તારમાં ગુરુવારે ફરી તક્ષશિલા દુર્ઘટના યાદ અપવી. જુઓ વિડિયો

હિમાચલ પ્રદેશમાં બાગાયતને પ્રોત્સાહન આપવા માટે હસ્તાક્ષર

– ભારત સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંકે (ADB) $130 મિલિયનના લોન કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

– આ કરાર હિમાચલ પ્રદેશમાં કૃષિ ઉત્પાદકતા વધારવા, સિંચાઈમાં સુધારો કરવા અને બાગાયતી કૃષિ વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે કર્યા છે.

→ આ રાજ્યના સાત જિલ્લાઓના (બિલાસપુર, હમીરપુર, કાંગડા, મંડી, સિરમૌર, સોલન અને ઉના) આશરે 15,000 ખેડૂત પરિવારોને લાભ આપવાનો છે.

 - આ પ્રોજેક્ટ આબોહવા પરિવર્તન દ્વારા ઊભા થયેલા પડકારોને ઓળખે છે અને ખેડૂતોની સ્થિતિસ્થાપકતા વધારવાનો પ્રયાસ કરે છે.

જેમાં સિંચાઈ સુવિધાઓમાં સુધારો કરીને અને આબોહવા-સ્થાપક કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપીને, પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય કૃષિ પર આબોહવા પરિવર્તનની પ્રતિકૂળ અસરોને ઘટાડવાનો છે. છે

* આનાથી ખેડૂતો ખેતી ચાલુ રાખી શકશે અને તેમની આવકમાં સતત વધારો કરી શકે.

હિમાચલ પ્રદેશ:

– મુખ્યમંત્રી: સુખવિન્દર સિંહ સુનું

→ રાજ્યપાલ: શિવ પ્રતાપ શુકલ

– રાજધાની: શિમલા (ઉનાળો), ધર્મશાલા (શિયાળો)

એશિયન ડેવલપમેન્ટ બેંકે (ADB)

અધ્યક્ષ: માસાભ્રુગુ આસાકાવા

મુખ્યમથક: મંડલુયોગ, ફિલિપાઇન્સ

સ્થાપના: 19 ડિસેમ્બર 1966

· સભ્યપદ: 68 દેશો


GSITI હૈદરાબાદને અતિ ઉત્તમ માન્યતા આપવામાં આવી

• ખાણ મંત્રાલય હેઠળ કાર્યરત જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ (GSITI)ને નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (NABET) તરફથી 'અતિ ઉત્તમ' માન્યતા આપવામાં આવી છે.

આ માન્યતા હૈદરાબાદ સંસ્થાની પ્રશંસનીય સેવાઓ અને પૃથ્વી વિજ્ઞાન પ્રશિક્ષણના ક્ષેત્રમાં તે જે ઉચ્ચ ધોરણોને સમર્થન આપે છે તેનો પુરાવો છે.

GSITI ની સ્થાપના 1976 માં કરવામાં આવી હતી અને તેનું મુખ્યમથક હૈદરાબાદમાં આવેલું છે. તે ખાણ મંત્રાલય હેઠળ કાર્યરત છે. 

 તેમાં હૈદરાબાદ, નાગપુર, જયપુર, લખનૌ, કોલકાતા અને શિલોંગમાં સ્થિત છ પ્રાદેશિક તાલીમ વિભાગોનો સમાવેશ થાય છે, 

→ તેમજ ચિત્રદુર્ગ (કર્ણાટક), રાયપુર (છત્તીસગઢ), ઝવેર (રાજસ્થાન) અને કુજુ (ઝારખંડ)માં ચાર ફિલ્ડ તાલીમ વિભાગો પણ આવેલા છે.

- કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી: પ્રહલાદ જોશી

જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) ઉડાની સ્થાપના: 4 માર્ચ 1851

GSIનું મુખ્યમથક: કોલકાતા, પશ્ચિમ બંગાળ


વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી

• વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી 14 જૂનના રોજ કરવામાં આવે છે. • વિશ્વ રક્તદાતા દિવસને "વિશ્વ રક્તદાન દિવસ" અને "World Blood Donor Day" તરીકે પણ ઓળખવામાં આવે છે.

- વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી બ્લડ ગૃપનાં શોધક "કાર્લ લેન્ડસ્ટેઇનર જન્મદિવસની યાદમાં કરવામાં આવે છે.

- આ ઉજવવાનો મુખ્ય હેતુ:વિશ્વને રક્તદાનનું મહત્વ સમજાવવું અને રક્તદાન કરવાં માટે લોકોમાં જાગૃતતા લાવવી અને રક્તદાન કરતાં વ્યક્તિઓનો લોકોનાં જીવન બચાવવાં માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સત્તાવાર આભાર માનવાનો છે.

Give Blood, Give Plasma, રીતે 2004માં વિશ્વ રક્તદાતા દિવસની સ્થાપના કરી હતી.

- વિશ્વ રક્તદાતા દિવસ 2023ના વૈશ્વિક કાર્યક્રમ માટે યજમાન દેશ અલ્જેરિયા છે.

- જયારે વર્ષ 2022નો યજમાન દેશ મેક્સિકો હતો.

વિશ્વ રક્તદાતા દિવસ 2023ની થીમ "Give blood, give plasma, share life, share often" છે.

→ વિશ્વ રક્તદાતા દિવસ 2022ની થીમ "Donating blood is an act of solidarity. Join the effort and save lives" હતી.

કોણ કોને લોહી આપી શકે?? 

A ગ્રુપ ધરાવનારી વ્યક્તિ A ગ્રુપ તેમ જ AB ગ્રુપ ધરાવતી વ્યક્તિને બ્લડ આપી શકે, આ વ્યક્તિને A તેમ જ 0 ગ્રુપનું બ્લડ આપી શકાય.

→ B ગ્રુપ ધરાવનારી વ્યક્તિ B અને AB ગ્રુપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકે, આ વ્યક્તિને B તેમ જ 0 ગ્રુપનું બ્લડ આપી શકાય.

AB ગ્રુપ ધરાવનારી વ્યક્તિનું AB ગ્રુપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકાય, આ વ્યક્તિને A, B, AB, અને 0 એમ દરેક પ્રકારનું બ્લડ આપી શકાય છે. આ ગ્રુપની વ્યક્તિ દરેક પ્રકારના ગ્રુપનું લોહી લઈ શકે એમ હોવાથી એને "યુનિવર્સલ રિસીવર બ્લડ-ગ્રુપ" કહેવાય છે.

→ 0 ગ્રુપ ધરાવનારી વ્યક્તિઓ A, B, AB, અને 0 એમ દરેક પ્રકારના બ્લડ-ગ્રુપ સાથે મેચ થાય છે. પરંતુ તેમને જ્યારે લોહીની જરૂર પડે તો માત્ર અને માત્ર 0 ગ્રુપ જ મેચ થાય છે.

→ આ ગ્રુપનું લોહી કોઈ પણ બ્લડ-ગ્રૂપ ધરાવનારાઓને આપી શકાતું હોવાથી એને "યુનિવર્સલ ડોનર બ્લડ-ગ્રુપ" કહેવાય છે. 

લોહીની PH 7.4 હોય

ક્વિઝ રમો પ્રાઇઝ મેળવો: ક્લિક કરો 

પેટરસન જોસેફે RSL ક્રિસ્ટોફર બ્લેન્ડ પ્રાઇઝ આપવામાં આવ્યું

→ અભિનેતા-લેખક પેટરસન જોસેફને તેમની પ્રથમ નવલકથા 'ધ સિક્રેટ ડાયરીઝ ઓફ ચાર્લ્સ ઇગ્નાટીયસ સાંચો' માટે RSL ક્રિસ્ટોફર બ્લેન્ડ પ્રાઈઝ 2023 આપવામાં આવ્યું છે.

→ RSL ક્રિસ્ટોફર બ્લેન્ડ પ્રાઈઝ એ વાર્ષિક પુરસ્કાર છે. - જે 50 વર્ષની કે તેથી વધુ ઉંમરે પ્રકાશિત થયેલ સાહિત્ય લેખકનું સન્માન કરે છે.

→ આ પુરસ્કારમાં 10,000 પાઉન્ડ સ્ટર્લિંગ અથવા આશરે 10 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે 

આ પુરસ્કાર 2018માં બ્રિટિશ રાજકારણી "સર ક્રિસ્ટોફર બ્લેન્ડ"ની યાદમાં શરૂ કરવામાં આવ્યો હતો.

→ આ પુસ્તક "ચાર્લ્સ ઇગ્નાટીયસ સાંચો" વિશેની ઐતિહાસિક કાલ્પનિક કથા છે.

 - જે ઈંગ્લેન્ડમાં મત આપનાર પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા.

→ પેટરસન જોસેફ લંડન, ઈંગ્લેન્ડમાં જન્મેલા અંગ્રેજી અભિનેતા અને લેખક છે. 

– તેઓને સત્તાવાર રીતે ઓક્સફર્ડ બ્રુસ યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

→ તેમની પ્રથમ ફિલ્મ ' ઇન ધ નેમ ઓફ ધ ફાધર ' હતી.

ભારતે પ્રથમ વખત મહિલા જુનિયર હોકી એશિયા કપ જીત્યો - તાજેતરમાં ભારતે ચાર વખતના ચેમ્પિયન દક્ષિણ કોરિયાને હરાવી પ્રથમ વખત મહિલા જુનિયર હોકી એશિયા કપ જીત્યો છે. ~ 2023 મહિલા જુનિયર એશિયા કપ એ મહિલા હોકી જુનિયર એશિયા કપની આઠમી આવૃત્તિ હતી.

• જેનું આયોજન 3 થી 11 જૂન 2023 દરમિયાન જાપાનના કાકામિગાહારામાં કરવામાં આવ્યું હતું.

~ જે એશિયન હોકી ફેડરેશન દ્વારા આયોજિત એશિયાની મહિલા આંતરરાષ્ટ્રીય અંડર-21 ફીલ્ડ હોકી ચેમ્પિયનશિપ હતી.

→ આ ટુર્નામેન્ટ 1992થી યોજવામાં આવે છે અને જુનિયર વર્લ્ડ કપ માટે ક્વોલિફિકેશન ટુર્નામેન્ટ તરીકે સેવા આપે છે.

 મહિલા હોકી જુનિયર એશિયા કપ:

* સ્થાપના: 1992

→ ટીમ: 8

સૌથી સફળ ટીમ: દક્ષિણ કોરિયા (4 ટાઇટલ)

FAQ'S

Q. હિમાચલ પ્રદેશની રાજધાની કઈ છે?

જવાબ : શિમલા (ઉનાળો), ધર્મશાલા (શિયાળો)

Q. ભારતમાં કુલ કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલા છે?

જવાબ :  8 (દિલ્હી સહિત )

Q.ભારતમાં ભાષાના આધારે રચાયેલુ સૌપ્રથમ રાજ્ય ક્યું છે?

જવાબ : આંધ્રપ્રદેશ 

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું