બિપોરજોય વાવાઝોડાએ ગુજરાતમાં મચાવી હોનારત ! જાણો બિપોરજોયને કારણે ક્યાં જિલ્લામાં અને સ્થળે કેટલું થયું નુકસાન?

 બિપરજોય વાવાઝોડા અસરગ્રસ્તો માટે કેશડોલ્સની જાહેરાત :

રાજ્યના મહેસૂલ વિભાગે ચક્રવાત બિપોરજોયથી પ્રભાવિત લોકો માટે સહાયના ધોરણની જાહેરાત કરતો ઠરાવ બહાર પાડ્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા દર 5 દિવસે સહાયની રકમ ચૂકવવામાં આવશે. 
બિપરાજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કેટલી મળશે સહાય?

એક પુખ્તને પ્રતિ દિવસ 100 રૂપિયા અને બાળકોને 60 રૂપિયા પ્રતિ દિવસ ચૂકવવામાં આવશે. આ સહાય કોને અને કયા જિલ્લાઓમાં મળશે? તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

ક્યાં જિલ્લા માં સહાય મળવા પાત્ર છે?
કચ્છ
જામનગર
દેવભૂમિ દ્વારકા
ગીર સોમનાથ
ભાવનગર
ભરૂચ
આણંદ
અમરેલી
અમદાવાદ
મોરબી
રાજકોટ
નવસારી
પોરબંદર
સુરત
વલસાડ
બોટાદ
સુરેન્દ્રનગર
ખેડા
ગાંધીનગર
પાટણ
મહેસાણા

વહીવટીતંત્ર દ્વારા આવા સ્થળાંતર પામેલા અસરગ્રસ્ત વિસ્તારના વ્યક્તિઓને રોજબરોજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ મેળવવા માટે મુશ્કેલી નિવારવા રોકડ રકમની સહાય ચુકવવાની જરૂરિયાચ ઉદ્ભવતા મહેસુલ વિભાગના ઠરાવથી સહાયની રકમ ચુકવવાની થાય છે.ફોર્મ ભરતા પેહલા  સતાવાર વેબ સાઈટ પર જઈને પૂરી માહિતી મેળવી 

સત્તાવાર જાહેરાત: જુઓ

 છેલ્લાં 10-12 દિવસથી બિપોરજોય વાવઝોડાનું સંકટ ગુજરાત પર મંડરાય રહ્યું હતું. માહિતી મળતી તે મુજબ હવે ગુજરાત પર થી બિપોરજોયનો ખતરો ટળી ગયો છે. બિપોરજોય વાવાઝોડા દરિયાકાંઠે લેન્ડફોલ થતાં જ દરિયો ગાંડોતુર બન્યો હતો. ભારે પવન સાથે વરસાદ આવવાને  કારણે ગુજરાત ન અનેક સ્થળોએ વિનાશના દ્રશ્યો સર્જાયા હતા.દરિયા કિનારા નજીક ના જિલ્લાના અનેક વૃક્ષો ધરાશાયી થયાં, અનેક માટથી બનેલ મકાન તથા પથરા ના મકાનો , સાથે સાથે વીજપોલો તૂટી પડ્યા હતા તેથી અનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો. વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં જોરદાર પવન ફુંકાયો અને સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. દરિયાઈ સપાટીએ આલેવા જિલ્લા (પોરબંદર , દ્વારકા) વગેરે સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો.બિપોરજોય વાવાઝોડાએ ગુજરાતનું સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.

કચ્છ થયું પાણી-પાણી ! :

ગુજરાતના લોકો ને ઘણા દિવસોથી બિપરજોય વાવાઝોડા વિશે સમાચાર આપવામાં આવતા હતા . પણ હવે બિપોરજોયનું સંકટ ટળ્યું છે. 

ઘણા દિવસોથી સમાચાર લોકો સુધી પહોંચાડવામાં આવતા હતા કે આટલા કિલોમીટર જ બિપોરજોય દૂર છે. વાવાઝોડાને લઈ સતત અપડેટ આપવામાં આવતી હતી. લોકોને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે ગઈકાલ રાત્રે બિપોરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ ગયું છે. બિપોરજોય ટકરાયા બાદ પણ ગુજરાત માટે આગામી કલાકો ભારે છે તેવી આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ વાવાઝોડાને કારણે વરસ્યો હતો. વાવાઝોડાએ કારણે કચ્છમાં સૌથી વધારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. માત્ર 2 કલાકની અંદર 78 mm વરસાદ વરસ્યો હતો. કચ્છ સિવાય અનેક જિલ્લાઓમાં જોરદાર પવન સાથે વરસાદ આવ્યો હતો.

DAILY QUIZ: click here 

બીપરજોય વાવાઝોડાથી કેટલું થયું નુકશાન?

બિપરજોય વાવાઝોડું પસાર થયું તે બાદ તેને કેટલો વિનાશ સર્જ્યો તે અંગેની માહિતી રાહત કમિશ્નર દ્વારા આપવામાં આવી હતી. તેમણે નિવદેન આપતા જણાવ્યું કે વાવાઝોડાને કારણે આશરે  940 ગામોમાં વીજળી ના પોલ  પડી ગયા છે. જેને કારણે અનેક ગામોમાં છેલ્લા 3-4 દિવસથી વીજળી નથી . ગામડામાં  ફરી વીજળી શરૂ થાય તે માટે વીજ પુરવઠા વિભાગે કામગીરી ઝડપી હાથમાં લેવામાં આવી રહી છે. 

તે સિવાય વાવાઝોડાને કારણે 524 વૃક્ષો જમીનદોસ્ત થયા છે. 

ઉપરાંત 23 પશુઓના મોત પણ નિપજ્યાં છે. મળતી માહિતી અનુસાર માત્ર જામનગરમાં જ 100થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. વધારે માહિતી હવે સર્વે કરાયા બાદ જ ખબર પડશે.

CURRENT AFFAIRS PDF DOWNLOAD: CLICK HERE 

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું