નવી દિલ્હી આવકવેરા વિભાગ,
આવકવેરા વિભાગે દ્વારા PAN કાર્ડ ધારકોને એક નોટિસ જારી કરીને કહેવામા આવ્યુ છે કે PAN આધાર લિંક ફરજિયાત કરવામાં આવ્યું છે. આવકવેરા વિભાગના જણાવ્યા મુજબ 1 એપ્રિલથી જેનું પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરેલ નહી હોય તેનું પાન કાર્ડ બંધ થઈ જશે.
તેથી જો PAN ધારકો તેને નિર્ધારિત સમયમાં લિંક નહીં કરે તો તેમને ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. નિષ્ક્રિય PANનો ઉપયોગ કરવા પર 10,000 રૂપિયાની દંડ પણ થઈ શકે છે. આવકવેરા વિભાગે પાન કાર્ડ ધારકોને અપીલ કરી છે કે કૃપા કરીને વિલંબ ન કરો, આજે જ તમારા PAN ને આધાર સાથે લિંક કરો.આવકવેરા વિભાગે એક તાકીદની સૂચના દ્વારા જણાવ્યું છે કે આવકવેરા અધિનિયમ 1961 મુજબ, તમામ PAN ધારકો જે મુક્તિ શ્રેણી હેઠળ આવતા નથી, તેઓએ 31 માર્ચ, 2023 પહેલા તેમના PAN નંબરને આધાર નંબર સાથે લિંક કરવો ફરજિયાત છે. નહિતર PAN 1 એપ્રિલથી નિષ્ક્રિય થઈ જશે .આવક વેરા વિભાગે કહ્યું છે કે જો PAN કાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવ્યું નથી, તો 1 એપ્રિલ, 2023 થી, તમારું PAN આવકવેરા કાયદાની કલમ-139AA હેઠળ રદ કરવામાં આવશે. આ પછી પાન કાર્ડનો ઉપયોગ કરી શકાતો નથી.આવકવેરા કાયદા અનુસાર નિષ્ક્રિય પાન કાર્ડનો ઉપયોગ કરવા પર 10,000 રૂપિયાનો દંડ લગાવવાની જોગવાઈ છે. તેથી, જેમની પાસે PAN કાર્ડ છે અને તેઓ આવકવેરા દ્વારા આપવામાં આવેલી છૂટ માટે પાત્ર નથી, તેઓએ તેને 31 માર્ચ, 2023 પહેલા લિંક કરવું પડશે.લેટ ફી ભરીને હવે લિંક કરો આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, 1 જુલાઈ, 2022 સુધી, PAN ને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા મફત હતી.પરંતુ, જુલાઈ પછી, હવે PAN લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2023 સુધી લંબાવવામાં આવી છે અને આ માટે PAN ધારકોએ લેટ ફી તરીકે 1,000 રૂપિયા ચૂકવવા પડશે.
પાન-આધારને કેવી રીતે લિંક કરવું તમારા આધાર સાથે PAN લિંક કરવાની ઓનલાઈન પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને તેમાં થોડો સમય લાગે છે.•પાન કાર્ડ ધારકો સૌ પ્રથમ આવકવેરા વિભાગની ઈ-ફાઈલ વેબસાઈટ (www.incometaxindiaefiling.gov.in) પર જાઓ.•આ પછી વેબસાઈટ પર તમારૂ રજિસ્ટ્રેશન કરાવો. અહીં PAN નંબર તમારો યુઝર આઈડી હશે. હવે યુઝર આઈડી, પાસવર્ડ અને જન્મ તારીખ દાખલ કરીને લોગિન કરો.• વેબસાઈટ પર તમને એક વિકલ્પ જોવા મળશે 'Link Aadhaar', તેના પર ક્લિક કરો. આ પછી તમારા એકાઉન્ટની પ્રોફાઇલ સેટિંગ પર જાઓ. પ્રોફાઇલ સેટિંગમાં આધાર કાર્ડ લિંક કરવાનો વિકલ્પ દેખાશે, તેને પસંદ કરો.• આ પછી તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો. હવે નીચે દર્શાવેલ 'Link Aadhaar' વિકલ્પ પર ક્લિક કરો.• આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક થઈ જશે.• LINK AADHAR STATUS પર ક્લિક કરીને તમે લીંક થયું કે નહી તે પણ જોઇ શકો છો.
PVC આધાર કાર્ડ ઓર્ડર કરવાં માટે.
આધાકાર્ડ પ્લાસ્ટિક નું મજબુત આવે છે જેથી ફાટવા કે તુટવાની કોઈ સમસ્યા જ ના રે
કઈ રીતે ઓર્ડર કરવો?
-પ્લાસ્ટિકનું મજબુત આધાર કાર્ડ મેળવવા માટે સતાવાર વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in/ open કરો. અથવા અહી ક્લિક કરો .
- તેમાં સૌપ્રથમ લોગીન કરો.
- ત્યારબાદ PVC આધાર કાર્ડ મેળવો પર ક્લિક કરો
- ત્યારબાદ તમારો આધાર નંબર અને તેની સાથે લિંક કરેલ મોબાઈલ નંબર એન્ટર કરો.
- pvc આધાર કાર્ડ મેળવવાની ફિસ 50/- છે, તે ઓનલાઈન ભરી ઓર્ડર કરો.
- 10 થી 15 દિવસમાં ટપાલ મારફતે તમારાં ઘરે આવી જશે.
આ માહીતી અંગે કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમા જણાવી શકો છો.
[લોકો આ પણ વાચે છે.]
•International day of yoga 2023 : આ વર્ષની થીમ,યોગનું મહત્ત્વ,યોગ દિવસનો ઇતહાસ જાણો.
