Fire at Delhi coaching centre: દિલ્હીના મુખર્જી નગર વિસ્તારમાં ગુરુવારે ફરી તક્ષશિલા દુર્ઘટના યાદ અપવી. જુઓ વિડિયો

 Fire at Delhi coaching centre: દિલ્હીના મુખર્જી નગર વિસ્તારમાં ગુરુવારે બનેલી ઘટનાએ ફરી તક્ષશિલા દુર્ઘટના યાદ અપવી. મળતી માહિતી અનુસાર દિલ્હીના જ્ઞાન કોચિંગ સેન્ટરમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે બારીઓમાંથી દોરડું પકડી ને કૂદવું પડ્યું હતું.

પ્રાથમિક માહિતી મુજબ કાલે બપોરે 12.30 વાગ્યે આગ ફાટી નીકળી હતી અને વિદ્યાર્થીઓએ બિલ્ડિંગની બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવવો પડ્યો હતો. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

જ્ઞાન કોચિંગ ક્લાસ માં અંદાજે લગભગ 300 જેટલા વિદ્યાર્થીઓ હતા.જેમાં બારી નથી નેચે કૂદકો મારતા 4 વિદ્યાર્થીને ઇજા પહોંચી હતી.ત્યારબાદ તમને નજીક ના હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા.

વાચવાનુ ભુલતા નહીં: Live બિપરજોય વાવાઝોડું : ગુજરાતમાં અહીં ઍલર્ટ, ક્યાં પડશે અતિભારે વરસાદ?

વિડિયો જુઓ⤵️

આગને કાબૂમાં કરવા માટે 11 જેટલા ફાયર વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે.

ફાયર ડિરેક્ટર અતુલ ગર્ગે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું, " કે ઇલેક્ટ્રિક મીટરમાં શોર્ટ સર્કિટના  કારણે આગ લાગી હતી અને હવે તેને કાબુમાં લેવામાં આવી છે. આ ઘટનામાં ચાર વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા,કોઈ પણ વિદ્યાર્થીએ જીવ ગુમાવવો પડ્યો ન હતો. આગ એટલી મોટી ન હતી."

ક્વિઝ આપો જ્ઞાનમાં વધારો કરો: ક્લિક કરો 

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું