Live બિપરજોય વાવાઝોડું : ગુજરાતમાં અહીં ઍલર્ટ, ક્યાં પડશે અતિભારે વરસાદ?
| બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં સીધી અસર થવાની પૂરેપૂરી શક્યતા છે. |
આ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ હવામાન પલટાયું છે. ગુજરાતના ઘણા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સાથે જ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.
આ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ક્યાં કેટલો વરસાદ પડશે, એનું અનુમાન આપવામાં આવ્યું છે.
વરસાદને ધ્યાને રાખીને કેટલાક જિલ્લામાં રેડ ઍલર્ટની જાહેરાત પણ કરાઈ છે તથા સંભવિત જિલ્લાઓમાં 144 લાગુ કરી દેવામાં આવી છે.
વાવાઝોડાથી બચવા શું કરવું? શું ન કરવું?
અરબ સાગરમાં સર્જાયેલ ‘સિવિયર સાયક્લૉનિક સ્ટોર્મ’ બિપરજોયની દરેક જતા દિવસે વધતી જતી તીવ્રતા ગુજરાત અને ભારતના કાંઠા વિસ્તારો માટે ‘ચિંતાનો મુદ્દો’ બની ગયો છે.
હવામાન વિભાગ તરફ પ્રસારિત કરાયેલ વાવાઝોડાની લેટેસ્ટ માહિતી મુજબ બિપરજોયની અસર સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી શકે છે.
ઝડપી પવનો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરી દેવાઈ છે.
છેલ્લા ઘણા દિવસોથી હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયાનું ખેડાણ ન કરવાને લઈને ચેતવણી પણ જાહેર કરી દેવાઈ છે.
બિપરજોય વાવાઝોડું: ગુજરાતમાં ભારે વરસાદ માટેની તૈયારીઓ શરૂ, વીજ પુરવઠો ખોરવાશે
હિન્દુસ્તાન ટાઈમ ✓ ના અહેવાલ અનુસાર આ વાવાઝોડું 15 મીની સાંજ સુધીમાં ગુજરાતના કચ્છના જખૌ ખાતે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે.
આ બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ સાથે 120-130 કિમી પ્રતિ કલાકથી 145 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે પવન ફૂંકાય શકે એવી પણ આગાહી કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંરે ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે નાગરિકોને કામ સિવાય બહાર ન નીકળવાની પણ વિનંતી તંત્ર કરવામાં આવી છે.
તંત્ર ગુજરાતમાં પ્રભાવિત વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વાવાઝોડાને કારણે વૃક્ષો કાચા મકાનો, ઊભો પાક, વીજ થાંભલાઓને પણ નુકસાન થવાની શક્યતા છે, તેથી નાગરિકોને ચેતવવામાં આવે છે કે કામ સિવાય ઘરની બહાર નીકળવું નહી.
બિપરજોય વાવાઝોડું જખૌથી 180 કિલોમિટર દૂર, ક્યારે પહોંચશે ગુજરાતના દરિયાકાંઠે?
![]() |
| સોર્સ:IMD AHMEDABAD |
ભારતીય હવામાન વિભાગની અપડેટ અનુસાર ‘અતિ પ્રચંડ સાયક્લૉનિક સ્ટોર્મ’ બિપરજોય 15 જૂન ગુરુવારે જખૌ બદરથી 180 કિલોમિટર, દેવભૂમિ દ્વારકાથી 210 કિલોમિટર, નલીયાથી 210 કિલોમિટર, પોરબંદરથી 290 કિલોમિટર અને કરાચી(પાકિસ્તાન) થી 270 કિલોમિટર દૂર છે.
બિપરજોય પાછલા છ કલાકથી 6 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
વાવાઝોડું ઉત્તર-ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ વધી સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પાકિસ્તાનના દરિયા કાંઠેથી પસાર થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂન એટલે કે ગુરુવારે વાવાઝોડું માંડવી કરાચી વચ્ચેથી કચ્છના જખૌ બંદર પાસેથી પસાર થશે.
વાવાઝોડું જ્યારે જમીન સાથે અથડાશે ત્યારે તેની ઝડપ 115-125 કિલોમિટર પ્રતિ કલાકથી 145 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપ અંદાજવામાં આવી રહી છે.
આ ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ, ભારે વરસાદની ચેતવણી ક્યાં અપાઈ?
વાવાઝોડું ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ વધી સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પાકિસ્તાનના દરિયા કાંઠેથી પસાર થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂન એટલે કે ગુરુવારે વાવાઝોડું માંડવી કરાચી વચ્ચેથી કચ્છના જખૌ બંદર પાસેથી પસાર થશે.
ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્ર દ્વારા 15 તારીખે ગુજરાતમાં ત્રાટકનારા બિપરજોય વાવાઝોડા અંગે બુધવારે પત્રકારપરિષદ યોજવામાંં આવી જેમાં વાવાઝોડાને લઈનેે હવામાન વિભાગ દ્વારા આપવાામાં આવેલ માહિતીમાંં કોઇ ફેરફાર નથી. વાવાઝોડુ 15 જૂન
ના રોજ જખૌ બંદર નજીક લેન્ડફોલ કરે તેવી શક્યતાઓ છે.
હવામાન વિભાગના અમદાવાદ ચૅપ્ટરનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ પણ વાવાઝોડાની અસરો અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, "વાવાઝોડાને પગલે કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે."
મૃત્યુંજય મહાપાત્રે જણાવ્યું હતું કે, "ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ઝડપી ગતિએ પવન ફૂંકાશે, જેમાં સૌથી વધુ જોર કચ્છ જિલ્લામાં જોવા મળશે."
હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડાને પગલે ગુજરાતના કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ અને ભારે પવનને લઈને 15 જૂનના રોજ રેડ ઍલર્ટ જાહેર કરાયું છે.
વાવાઝોડાના 'લૅન્ડફોલ' વખતે 150 કિલોમિટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાને લઈને તકેદારીનાં બનતા પગલાં ભરાઈ રહ્યાં હોવાની માહિતી જાહેર કરાઈ છે.
મંગળવારે રાજ્યના મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાવાઝોડાને પગલે નાગરિકોને 'સુરક્ષા' માટે સંદેશો જાહેર કરી 'તંત્રને સહકાર આપવા અને સાવચેત રહેવાની અપીલ' કરી હતી.
ભારતના ગૃહમંત્રી અમિત શાહે પણ અધિકારીઓ, મંત્રીઓ અને ધારાસભ્ય સાથે બિપરજોય વાવાઝોડા સંદર્ભે વર્ચુઅલ બેઠક યોજીને તૈયારીઓની સમીક્ષા કરી હતી. બેઠકમાં તેમણે 'શૂન્ય જાનહાનિ' સુનિશ્ચિત કરવા બાબતે 'માર્ગદર્શન આપ્યું હતું.'
પરિસ્થિતિની ગંભીરતાને જોતાં રાજ્ય સરકાર દ્વારા બિપરજોય વાવાઝોડા માટે તમામ જિલ્લાઓમાં ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે. જેના અંતર્ગત રેસ્ક્યું ટીમ પણ કાર્યરત કરવામાં આવી છે .
આ સિવાય ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ મંગળવારે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વાવાઝોડાને પગલે કરાયેલ તૈયારીઓની વિગતો જાહેર કરી હતી.
જેમાં તેમણે કહ્યું હતું કે, "વાવાઝોડાની સંભવિત વિસ્તારોમાં દરિયા કિનારાથી પાચ કિલોમિટર સુધીમા વસવાટ કરતા લગભગ 20-21 હજાર માણસોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી તંત્ર દ્વારા પૂર્ણ કરાયેલ છે."
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાને પગલે '30 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.'
આલોક પાંડેએ આપેલી જાણકારી અનુસાર રાજ્ય સરકારના પ્રભારી મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, બચાવ અને રાહતકાર્ય માટેની એજન્સીઓ અને વહીવટી તંત્રનો જરૂરી સ્ટાફ અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી બજાવી રહ્યો છે.
રાહત કમિશનરે વાવાઝોડાને પગલે 'હાલ સ્થળાંતર પર ભાર અપાઈ રહ્યો' હોવાની વાત કરી હતી.
વાવાઝોડાને કારણે સર્જાયેલી પરિસ્થિતિઓને કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં દરિયો તોફાની બન્યાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો થયો હોવા છતાં હજુ પણ બિપરજોય વાવાઝોડું 'વેરી સિવિયર સાયક્લૉનિક સ્ટોર્મ' સ્વરૂપે આગળ વધી રહ્યું છે.
વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠા વિસ્તારોમાં વરસાદની દૃષ્ટિએ ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે.
ભારતીય હવામાન વિભાગની વેબસાઇટ પર પ્રસારિત માહિતી અનુસાર ગુજરાતનાં તમામ બંદરો માટે 'વૉર્નિંગ' જાહેર કરાઈ છે.
ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડું જ્યારે ટકરાશે ત્યારે પવનની ગતિ 125-135 કિલોમીટર પ્રતિ કલાક જેટલી હશે. જે વધીને 145 કિલોમીટર સુધી પહોંચવાની સંભાવના છે.
જેના કારણે 15 તારીખના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે જ્યારે પ્રતિ કલાક 120 કિલોમિટર કરતાં પણ વધારે ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.
વાવાઝોડાની દિશા અંગે પુર્વાનુમાન મુજબ જ, ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને 15 જૂનની સાંજે ગુજરાતના માંડવીથી પાકિસ્તાનના કરાચીની વચ્ચે જખૌ બંદર પાસે લૅન્ડફૉલ કરે તેવી સંભાવના છે. જેના કારણે કચ્છ, દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લા તથા આસપાસના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે."
હાલ દરિયામાં તેના પવનની ગતિ પ્રતિ કલાક 150-160 કિલોમિટર જેટલી છે, જ્યારે મહત્તમ પવનની ગતિ 180 કિલોમિટર જેટલી છે. જોકે, જેમ જેમ તે આગળ વધશે તેમ તેમ પવનની ગતિ ઘટે તેવી શક્યતા દેખાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ભારે ઝડપે ફૂંકાતા પવનને હવામાન વિભાગ દ્વારા સાત શ્રેણીમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાંથી બિપરજોય છઠ્ઠી શ્રેણીના ગંભીર પ્રકારના વાવાઝોડામાંથી થોડું ધીમું પડીને પાંચમી શ્રેણીનું વાવાઝોડું બન્યું છે.
જ્યારે વાવાઝોડું પ્રતિકલાક 118થી 165 કિમીની ઝડપે ફૂંકાવાની સંભાવના હોય ત્યારે તેને વેરી સિવિયર સાક્લોનિક સ્ટોર્મ તરીકે ઓળખવામાં આવે છે અને તે 166થી 220 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરે તો તે ઍક્સ્ટ્રિમલી સિવિયર સાયક્લોન બને છે.
ઘરે રહો,સુરક્ષિત રહો
SOURCE FROM: BBC
