What's app ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો.
જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 વનરક્ષક વર્ગ ૩ની રાહ જોઇ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. વિભાગ દ્વારા જે ઉમેદવારો ખરેખર પરિક્ષા આપવા માંગતા હોય તેમની પાસેથી સંમતિ પત્રક મંગાવવામાં આવી રહ્યા છે.
વિભાગ: ગૂજરાત ફોરેસ્ટ વિભાગ
બાબત: સંમતિપત્રક ભરવા બાબત
જાહેરાત: FOREST/202223/1
ભરતીમાં જિલ્લા પ્રમાણે જગ્યાઓ છે, ઉમેદવારોએ જે તે જિલ્લા માટે ઉમેદવારી નોંધાવાની હોય છે પરંતુ જે ઉમેદવારોએ એક કરતાં વધારે જિલ્લા માટે અરજી કરેલ હશે તો છેલ્લે જે જિલ્લા માટે અરજી કરેલ હશે તે જ માન્ય ગણવામાં આવશે અને તે માન્ય રાખી તે જિલ્લા માટે સંમતિપત્રક ભરવાનું રહેશે.
આમ ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઈ જાહેરાત ક્રમાંક- FOREST/202223/1 વનરક્ષક વર્ગ-૩ માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી ‘‘પરીક્ષા આપવા માટેની સંમતિ” મેળવવાનું વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ OJAS વેબસાઈટ https://ojas.gujarat.gov.in ઉપર તા. ૨૪/૦૭/૨૦૨૩ થી તા. ૦૭/૦૮/૨૦૨૩ પર ઉપલબ્ધ કરવામાં આવશે.
વનરક્ષક વર્ગ-૩ માટે સંમતિપત્રક કેવી રીતે ભરવું?
જે માટે ઉમેદવારે OJAS વેબસાઈટ ઉપરના HOME PAGE ૫૨ જવાનું રહેશે.
ત્યાં, Other Application Menu માં Consent for Exam માં જાઓ
પછી ઉમેદવારે પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરવાનો રહેશે. અને ફોર્મ સબમિટ કરો.
સંમતિ અંગેનું ફોર્મ માટે જરૂરી તારીખ
- શરૂ તા. ૨૪/૦૭/૨૦૨૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે
- છેલ્લી તારીખ. ૦૭/૦૮/૨૦૨૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાક દરમ્યાન ભરવાનું રહેશે.