Weight loss tips : માત્ર 21 દિવસમાં 9 થી 10 કિલો વજન ઘટાડો.

શું તમે પણ મોટાપાથી પરેશાન છો?

તો તમે યોગ્ય જગ્યાએ આવ્યા છો.તમે અહી આપેલ Weight lose tips ને ફોલો કરીને માત્ર થોડાક જ દિવસોમાં 9 થી 10 કિલો વજન ઘટાડી શકશો.

તમે પણ વજન કંટ્રોલ કરવા અને ઘટાડવા માટે ડાયટિંગ કરવાનો વિચાર કર્યોજ હશે. પણ જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો કે વજન કંટ્રોલ કરવા ઈચ્છો છો તો સૌથી પહેલું જરૂરી છે તમારું ડાયટ (Diet), તમે તમારું ડાયટ બેલેન્સ કરી વજન કંટ્રોલ કરી શકો છો અને ઘટાડી પણ શકો છો અને આ બેલેન્સ્ડ ડાયટથી ચોક્કસ તમને ચોકકસ ફાયદો થશે  અને શરીરની જરૂરી કેલરી પણ મળશે.


જો આપણે ભારતીયો ભારતીય ની વાત કરીએ તો આપણે એક દિવસમાં લગભગ 1200 કેલરીની જરૂર હોય છે, જેનાથી તે સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય રહી શકે છે અને વજન પણ વધશે નહિ. જો તમે સાચી રીતે 1200 કેલરી લો છો તો તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય રહેશે. 

આવો જાણીએ કે તમારે 1200 કેલરી કેવી રીતે લેવી જોઈએ અને ક્યાં સમયે અને કેટલી માત્રામાં ભોજન લેવું જોઈએ. 


#ભોજન એક સમયે વધારે પ્રમાણમાં ન લેતા થોડા થોડા સમય ના અંતરે લેવું જોઈએ .

આ રીતે કરો નાસ્તો :

હેલ્થ લાઈનમાં આપેલ માહિતી મુજબ, જો તમે 1200 કેલરી લેવા ઈચ્છો તો સવારે સૌથી પહેલા હૂફાળા પાણીમાં થીડો લીંબુનો રસ ભેળવીને સવારે પીવો. સવારે ગરમ લીંબુ પાણી પીવાનું કારણએ છે કે તમે ઘણી બધી બીમારીઓથી દૂર રહેશો. ત્યારબાદ ખાંડ વગરની ચાની સાથે 2-3 બિસ્કિટ ખાવો જેમાં તમે રાગી બિસ્કિટ કે ઓટ્સ બિસ્કિટ, ખાખરા કે મમરા પણ ખાઈ શકો છો. તેનાથી તમને 90 કેલરી મળશે, નાસ્તો કર્યા પછી પનીર, 2 રોટલી ( બાજરી, જુવાર, મકાઈ કે મલ્ટી ગ્રેન લોટ માંથી બનાવેલી રોટલી ખાઈ શકો છો), સવારે પ્રોટીન નાસ્તમાં જરીરથી લેવું જોઈએ. તેનાથી તમને 330 કેલરી મળશે. નાસ્તો હેલ્થી હોવો જરૂરી છે. નાસ્તા પછી સવારે 10-11 વાગ્યે તાજા ફ્રૂટ ખાઈ શકો છો. જેનાથી તમને 50 કેલરી સુધી મળી શકે છે.

લન્ચમાં આ વસ્તુનો કરો સમાવેશ :

બપોરનું ભોજન ફળ ખાધા પછી લેવું જોઈએ. બપોરના ભોજન માં  બ્રાઉન રાઈસ અને શાકભાજી, સલાડ, રાયતું વગેરે લેવું જોઈએ. હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે દિવસે પેટ ભરીને ખાવું કારણકે દિવસે નાની મોટી એક્સરસાઇઝ શરીરને મળતી રહે છે તેથી પાચન સારી રીતે થશે.


ડિનર આવું હોવું જોઈએ :

રાત્રે દૂધ પીધા પછી 2 રોટલી, સબ્જી, સલાડ ખાવું જોઈએ, જેનાથી તમારા શરીરને 370 કેલરી મળશે. અહીં તમને જણાવી દઈએ કે દિવસભરમાં થોડા થોડા સમયે ખાવું જોઈએ. આ રીતે ડાયટ લેવાથી તમારા શરીરને 1200 કેલરી મળતી રહે છે, જે તમારા શરીર માટે પૂરતી છે અને શરીર માટે ફાયદાકારક પણ છે

આ વાત થય યોગ્ય રીતે ભોજન લેવાની જેથી આપણું સ્વાસ્થ્ય પણ જળવાય રહેશે અને અને વજન પણ નહિ વધે. હવે આપણે એવી કસરત વિશે જાણીશું કે જેની મદદથી આપણે વધી ગયેલ વજન ને થોડાક જ દિવસોમાં ઘટાડી શકીએ 


Exercise 


Weight Loss exercise: ઘરે માત્ર આ 2 એક્સરસાઇઝથી ઝડપથી ઉતરશે વજન, અજમાવી જુઓ આ ટિપ્સ

Exercise At Home: જો તમે વજન ઓછું કરવા ઈચ્છો છો અને તમારી પાસે જિમ જવાનો સમય નથી, તો તમે ઘરે રહીને પણ સરળતાથી વજન ઘટાડી શકો છો

Exercise At Home: જો તમે વજન ઓછું કરવા ઈચ્છો છો અને તમારી પાસે જિમ જવાનો સમય નથી, તો તમે ઘરે રહીને પણ સરળતાથી વજન ઘટાડી શકો છો. આવી ઘણી કસરતો છે જે તમે કોઈ પણ ટ્રેનર વિના ઘરે સરળતાથી કરી શકો છો. જો કે, વજન ઓછું કરવું એટલું સરળ નથી. આ માટે યોગ્ય આહાર અને કસરત બંને જરૂરી છે. જો તમારી પાસે સમય ઓછો છે, તો તમે નિયમિત રીતે માત્ર 2 કસરતો કરીને વજન ઘટાડી શકો છો. આજે અમે તમને એવી જ 2 સરળ કસરતો જણાવી રહ્યા છીએ જે તમે ઘરે જ કરી શકો છો. તેનાથી તમારું વજન ખૂબ જ ઝડપથી ઘટશે. ચાલો જાણીએ આ 2 કસરતો કઈ છે અને તેને કરવાની રીત શું છે?


 1.ચાલવું એ શ્રેષ્ઠ કસરત ગણી શકાય. વજન ઘટાડવા માટે ચાલવું અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. હાર્વર્ડ હેલ્થના રિપોર્ટ અનુસાર, જો 75 કિલો વજનનો વ્યક્તિ 6.2 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે, તો 30 મિનિટમાં લગભગ 180 કેલરી બળી જાય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અઠવાડિયામાં 3 વખત 50 થી 60 મિનિટ ચાલવાથી શરીરની ચરબી 2% ઓછી થઈ શકે છે. વજન ઘટાડવા માટે ચાલવું ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે.

Weight loss tips

2.સાયકલ ચલાવવી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ એક અસરકારક કસરત છે, જે ફિટનેસમાં સુધારો કરે છે અને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. નિયમીત સાયકલ ચલાવવી એ વજન ઘટાડવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ છે . ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો નિયમિત રીતે સાયકલ ચલાવે છે તેમની એકંદર ફિટનેસ અને ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો થાય છે. આનાથી ઘણી બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે.

આશા રાખું છુ કે આ weight loss tips યોગ્ય રીતે ફોલો કરસો તો ચોક્કપણે ફાયદો થશે જ.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું